Pages

Search This Blog

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩ ધો. ૯, ૧૦, અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અરજી કરવાની અંત્તિમ તા. ૧૦/૦૬/૨૦૨૨

         



 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

નિયામક, વિકરાતી જાતિ કલ્યાણ, ગુ.રા., ગાંધીનગર

 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત

 વર્ષ ૨૦૨૨-૨૩


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમ વાળી) કાર્યરત છે. શાળાની યાદી www.esamajkalyan.gujarat.gov.In ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.


આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો. ૯, ૧૦, અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તા. ૯/૦૫ /૨૦૨૨ થી તા. ૧૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે. 


1. આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯, ૧૦ અને ૧૨ માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની હેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે. 


2. જે-તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધો. ૯, ધો. ૧૦ અને ધો. ૧૧ ના જુના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધો. ૧૦ અને ધો. ૧૧ અને ધો. ૧૨ માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઇ જગ્યા ખાલી હશે તો જ ધો. ૯, ૧૦અને ધો. ૧૨ માં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઓનલાઇન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. 


૩. ધો. ૧૦ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્કશીટ ઈશ્યૂ કર્યા બાદ ધોરણ- ૧૧ માં પ્રવેશ માટે પોર્ટલ ખોલવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી ધો. ૧૧ માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરી શકાશે.


4. પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.


5. કન્યાઓના કિસ્સામાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે. 


6. અનુ. જાતિ અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત અતિ પછાત/વિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% કે વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.


7. વિદ્યાર્થીના પિતા વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/સુધીની હોય તેઓ અરજી કરી શકશે.


8. આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઇ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%, અનુસૂચિત જાતિ માટે ૧૨.૫%, અને અનુસૂચિત જન જાતિ માટે ૧૨.૫% બેઠકો ફાળવવામાં આવે છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના ૫% દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત/વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના ૧૦% પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.


 9. આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો www.esamalkalyan.gujarat.gov.In પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી જિલ્લા સમાજ કલ્યાણ અંધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.


10. સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.


11. પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઇનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ સમયાંતરે ઉક્ત વેબસાઇટ જોવાની રહેશે. પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E-mail મારફત જાણ કરવામાં આવશે.


12. ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. જો કોઇ અરજદારની ઓનલાઇન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિ.


13. શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા, નિયમોના આધારે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી, અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિં, 


14. મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયાના વાલીના બાળકો માટે કુમાર માટેની (૧) રાજુલા, જિ. અમરેલી (૨) ભચાઉ, જિ.કચ્છ (૩)ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર (૪) મોરબી અને કન્યા માટે (૫) સુરેન્દ્રનગર ખાતે મળી કુલ ૦૫ અગરિયાની આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. 


15. પ્રવેશબાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.


વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર,

ALL ADMISSION POST

KriSam

KriSam Daily

KriSam All General Knowledge Alert

KriSam Today Which Day Alert

KriSam All City Local News Alert

KriSam All Admissions Alert

KriSam All Scholarship Alert

KriSam All Goverment Jobs Alert

KriSam All Private Jobs Alert

KriSam All Time Table Alert

KriSam All Call Letters Alert

KriSam All Old Question Papers

KriSam All OMR Answer Key Alert

KriSam All Results Alert