પી.ડી.યુ. મેડીકલ કોલેજ,રાજકોટ.
૩૫માં લેબોરેટરી ટેકનીશીયન/એકસ–રે ટેકનીશીયન તાલીમ કોર્ષ માં પ્રવર્તમાન નિયમોનુસાર પ્રવેશ અંગેની જાહેરાત.
આ કોલેજ ખાતે નિચે મુજબની વિગતોનો કોર્ષ શરૂ થનાર હોય લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી નિયત નમૂના માં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી પત્રક સામાન્ય નિયમો અને શરતો કોલેજની વેબસાઈટ http://pdumcrajkot.org/ પરથી તા.૦૮/૦૭/૨૦૨૨ થી મળી શકશે. સંપૂર્ણ વિગતો ભરેલા અરજી પત્રક તેના જરૂરી બિડાણો સહીત તા.૧૬/૦૭/૨૦૨૨ સુધીમાં આ કચેરીની
વિદ્યાર્થી શાખામાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધીમાં (રજાનાં દિવસો સિવાય) પહોંચતા કરવાનાં રહેશે. ઉમેદવારની વય મર્યાદા ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ એસ.ટી., એસ.સી., એસ.ઈ.બી.સી., ઈ.ડબલ્યુ.એસ. નાં ઉમેદવારો માટે નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. તેમજ જરૂરી રીઝર્વેશનનો લાભ રોસ્ટર પોઈન્ટ મુજબ આપવામાં આવશે. ઉકત બંન્ને કોર્ષમાં સીટની સંખ્યા ૬૨-૬૨ રહેશે. સરકારશ્રી ધ્વારા આ સીટોમાં વધ-ઘટ થાય તે મુજબ સીટો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરેક સરકારી મેડીકલ કોલેજમાં સરકારશ્રી ધ્વારા ચલાવવામાં આવતો આ એક વર્ષનો ફકત તાલીમ કોર્ષ જ છે. જે બાબત ધ્યાને લેવી. સરકારશ્રીના વખતો વખતનાં ઠરાવમાં થયેલા સુધારા વધારા દરેક ઉમેદવારોને બંધનકર્તા રહેશે. વધુ વિગતો અત્રેની વેબસાઈટ પર દર્શાવવામાં આવશે.
વેબસાઈટ : www.ndumcrajkot.org