'
એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્પીસ (ટેકનીકલ) ACP એલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરીંગ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫,
ફાર્મસી ડિપ્લોમા હોલ્ડર્સને ફાર્મસી ડીગ્રી અભ્યાસક્રમના બીજા વર્ષમાં (ત્રીજા સેમેસ્ટર) સીધો પ્રવેશ (વર્ષ ૨૦૨૨-૨૩)
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ડિપ્લોમા ફાર્મસી હોલ્ડર્સને ડીગ્રી ફાર્મસી અભ્યાસક્રમ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્યવાહી અત્રેની સમિતિ ખાતે ઓફલાઈન કરવામાં આવનાર છે. જેની કાર્યવાહી તા. ૦૬/૦૭/૨૦૨૨ના રોજ શરૂ થનાર છે. માર્ગદર્શન માટે પ્રવેશ સમિતિના ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન નંબરઃ ૦૭૯-૨૬૫૬૬૦૦૦ ઉપર આપ સંપર્ક કરી શકો છો. સદર કાર્યવાહી માટે જરૂરી Application Form (અરજીપત્રક) www.jacpcldce.ac.in/d2dph.asp ઉપર ઉપલબ્ધ છે. આ Application Form (અરજીપત્રક)ની પ્રિન્ટ લઈ જરૂરી માહિતી ભરીને અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ તથા ACPC-GTERS, Payable at Ahmedabadના નામનો રૂ. ૩૦૦/-નો ડીમાન્ડ ડ્રાફ્ટ (Non-Refundable) જોડી નીચે દર્શાવ્યા મુજબના સરનામા ખાતે તા. ૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૦૯/૦૮/૨૦૨૨ દરમ્યાન ટપાલ કે કુરિયરથી જમા કરાવવાના રહેશે. ઉમેદવારે નીચે ની લીંકમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. https://forms.cle/UvYZDS[qc2dq57
ઓફલાઈન કાઉન્સેલિંગ દરમ્યાન ઉમેદવારે તેમના અસલ પ્રમાણપત્રો ફરજીયાત પણ ચકાસણી માટે પ્રસ્તુત કરવાના રહેશે અન્યથા તેમનું નામ પ્રવેશ યાદીમાંથી કમી કરવામાં આવશે. પ્રવેશ અરજી જમા કરાવ્યા બાદના આગળના કાર્યક્રમ જેવા કે મેરીટ અને ઓફલાઈન કાઉન્સેલિંગ તેમજ પ્રવેશ યોગ્યતા, પ્રવેશ માટે ઉપલબ્ધ સંસ્થા તેમજ બેઠકો માટેની વિગતો સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in/d2dph.asp ઉપર જાહેર કરવામાં આવશે જેની લાગુ પડતા સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
અરજી મોકલવાનું સરનામું: એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્પીસ, એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ,નવરંગપુરા અમદાવાદ- ૩૮૦૦૧૫ તા. ૦૫/૦૭/૨૦૨૨ માંક/સંમાનિ/અમદ/૬૩૯/૨૦૨૨ મેમ્બર સેક્રેટરી
હેલ્પલાઈન નંબર: ૦૭૯-૨૬૫૬૬૦૦૦ (૨૪X૭)
દ|