નીટ-યુજી પરીક્ષા સ્થગિત કરવાની અરજી ફગાવાઇ
નવી દિલ્હી દિલ્હી હાઇકોર્ટે 17 જુલાઇના રોજ થનારી નીટ-યુજી 2022ની પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવી છે. કોર્ટે કહ્યું કે અરજદાર વિદ્યાર્થી છે એટલે કડક વલણ નથી અપનાવાયું. જસ્ટિસ સંજીવ નરુલાએ કહ્યું કે જો કોઇ અન્ય હોત તો કોર્ટ અરજી ફગાવવા ઉપરાંત દંડ પણ કરી શકતી હતી.