શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા
સરકારી પોલીટેકનીક કેમ્પસ, ગદુકપુર, ગોઘરા, જિલ્લા પંચમહાલ, પિન કોડ 389001 નં.એસજીજીયુ/એકેડેમિક/2022/ dl.05/07/2022
પીએચ.ડી. પ્રવેશ : ૨૦૨૨-૨૩ પીએચ.ડી.માં નોંધણી માટેની પ્રવેશ પરીક્ષાનાં ફોર્મ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની વેબસાઈટ www.sagu.ac.in પર તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા.૨૫/૦૭/૨૦૨૨ સુધીમાં online form ભર્યા બાદ, પ્રવેશ પરીક્ષા ફી ૭૦૦/- ઓનલાઈન ભરવાની રહેશે. પ્રવેશ ફી ભર્યા બાદ જ પ્રવેશ ફોર્મ માન્ય રેહશે. ઉમેદવારના અનુસ્નાતક પરીક્ષામા ઓછામાં ઓછા OPEN/EWS કેટેગરી માટે ૫૫ % (ગ્રેસીંગ સિવાય) ગુણ તેમજ SC/ST/OBC તથા શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારોને ૫૦% (ગ્રેસીંગ સિવાય) ગુણ જરૂરી છે. પ્રવેશ પરીક્ષાનાં કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી, ઉમેદવારોના સીટ નંબર, વિષયવાર પીએચ.ડી.ની ઉપલબ્ધ સીટની માહિતી હવે પછી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
સ્થળ : ગોધરા